– વાતચીત સકારાત્મક રહી, છઠ્ઠા તબક્કાની વાટાઘાટો માટે તારીખ નક્કી કરાશે : બંને દેશોના પ્રતિનિધિમંડળનો મત
– કેન્દ્ર સરકાર ટ્રેડ ડીલમાં ખેડૂતો, ડેરી ઉત્પાદક અને નાના ઉદ્યોગોના હિતોનું રક્ષણ જાળવવા માટે પ્રતિબદ્ધ
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને સાત કલાક સુધી મંત્રણા ચાલી હતી. આ મંત્રણાંમાં થયેલી ચર્ચા એકદમ હકારાત્મક રહી છે. બંને દેશ એકબીજાને ફાયદાકારક હોય તે પ્રકારનું ટ્રેડ ડીલ કરવા માટે સંમત છે. આ માટે તેઓ પારસ્પરિક ધોરણે ફાયદાકરક હોય તેવો કરાર કરવા માટે સંમત થયા છે.