– ફરી આગનું જોખમ : બિનઅધિકૃત મુદ્દે તપાસ થશે કે નહીં?
– માત્ર બોરસદ અને આંકલાવમાં 40 કાયમી આણંદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ અને સોજીત્રામાં પણ 30 થી વધુ પરવાના
આણંદ : મધ્ય ગુજરાતમાં દારૂખાનાનું હબ ગણાતા આણંદ જિલ્લામાં અંદાજિત ૭૦ થી વધુ વેપારીઓ કાયમી દારૂ ખાનું સંગ્રહિત કરવાનો પરવાનો ધરાવી રહ્યા છે. જ્યારે અનેક હંગામી લાયસન્સ ધારકો પણ છે.પરંતુ સરકારના નિયત કરેલા સ્ટોક મર્યાદા કરતો પણ હજારો ઘણો વધુ સ્ટોક દારૂખાનાની દુકાનો તથા ગોડાઉનમાં ભરવામાં આવેલ છે જેથી ભવિષ્યમાં કંઈક મોટી હોનારત સર્જાય તો ભારે જાનહાનિ થાય તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે.
આણંદ જિલ્લામાં દારૂખાનાનું હોલસેલ માર્કેટ ગણાતા બોરસદ,આંકલાવ અને ભાદરણમાં સૌથી વધુ લાઇસન્સ આપવામાં આવેલા છે.જેમાં માત્ર બોરસદમાં ૨૧ અને આંકલાવ તથા ભાદરણમાં ૧૯ પરવાના આપવામાં આવેલ છે તે સિવાય જિલ્લામાં અન્ય ૩૦ જેટલા કાયમી લાયસન્સ આપવામાં આવેલ છે.
જેઓનેે સરકારના નિયમો મુજબ સ્ટોક મર્યાદા રાખવાની સૂચનાઓ લેખિતમાં આપેલ હોય છે .પરંતુ હાલ બોરસદ, ભાદરણ, આણંદ, પેટલાદ અને ખંભાતના કેટલાય દારૂખાનાના હોલસેલ વેપારીઓના ગોડાઉનમાં સરકારના સ્ટોક મર્યાદા કરતા પણ અનેક ગણું દારૂખાનું ભરી દેવામાં આવેલ છે. જેને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જાનહાની થઈ શકે છે.
આણંદ ફાયર બ્રિગેડના ધર્મેશ ગોરના જણાવ્યા મુજબ ફાયર બ્રિગેડનું કામ માત્ર આગ બુઝાવવાનું હોય છે જ્યારે એનઓસી માટે ઓનલાઇન ફાયર ઓફિસર વડોદરાને અરજી કરવાની આવતી હોય છે અને સ્થાનિક પોલીસ નો અભિપ્રાય મેળવવામાં આવતો હોય છે જે કાર્યવાહી પૂરી કર્યા બાદ મામલતદાર તરફથી પરવાનો આપવાનો આપતા હોય છે જે અંદાજિત ત્રણ વર્ષની મુદતનો હોય છે અને ત્યારબાદ રીન્યુ કરવાનો હોય છે .આણંદ જિલ્લામાં લાઇસન્સ ની કેટેગરી પ્રમાણે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે જેમાં ૫૦ કિલોથી મળીને ૧૦૦ કિલો સુધીની મર્યાદાઓ હોય છે પરંતુ હાલ જિલ્લાભરના ફટાકડા સ્ટોર અંતર્ગત મર્યાદા કરતો વધુ દારૂખાનું હોવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત નિયમો મુજબ કામગીરી કે તપાસ થતી ન હોવાને કારણે ફટાકડાના વેપારીઓ મોટો સ્ટોક રાખતા હોય છે.હાલ સરકારના ચોપડે કેટલાય પરવાના રિન્યુ કરવાના બાકી રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.