તિરુઅનંથપુરમ,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૫,શુક્રવાર
કેરલમાં મગજ ખાઇ જતા અમીબાનો પ્રકોપ વધતા હાહાકાર મચી ગયો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ ઇન્ફેકશન કોઇ નવું નથી પરંતુ એક બીજાની નજીક આવવાથી પણ ફેલાતી નથી. કેરલમાં મગજ ખાતા અમીબાના પ્રકોપથી ૧૯ લોકોના મોત થયા છે. બ્રેન ઇન્ફેકશનથી પીડાતા લોકોના ટેસ્ટ થઇ રહયા છે. આ ટેસ્ટને વેટ માઉટ કહેવામાં આવે છે જેનાથી માણસના દિમાંગમાં અમીબા છે કે નહી તેનો ખ્યાલ આવે છે.