– કારમાં પસાર થતા હતા ત્યારે એલસીબીએ ઉઠાવી લીધા
– લોકલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ રકમ,મોબાઈલ મળી કુલ રૂ. 1.73 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ભાવનગર શહેરના ક્રેસન્ટ સર્કલ પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે પાંચ શખ્સને ચોરી કરેલા મોબાઈલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે,સફેદ કલરની કાર આગળ-પાછળ રજી. નંબર-જીજે-૦૨-એપી ૭૦૯૭ માં પાંચ શખ્સ ભાવનગર, ક્રેસન્ટ, વનિતા વિશ્રામની પાછળના ખાંચામાં ઉભેલ છે.જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કારમાં ઊભેલા અસ્ફાકઅહેમદખાન હનીફખાન પઠાણ (રહે.રજજબ શેઠની ચાલી, મિલ્લતનગર, મણિનગર, અમદાવાદ હાલ-રાવલા મંદિરની પાછળ, કસ્બા-શોભાસન રોડ, મહેસાણા ), સરફરાઝ અહેમદ મહંમદ યુનુસ અંસારી (રહે.મિલ્લતનગર, આયશા બીબીની ચાલી, ભારતી પાન સેન્ટર પાસે, ભૈરવ નાથ રોડ, મણીનગર, અમદાવાદ ),અરબાઝખાન ઉર્ફે યુનુસ નાસીરખાન પઠાણ (રહે.મિલ્લતનગર, આયશા બીબીની ચાલી, નાસીર ભાઇના મકાન માં, ભૈરવ નાથ રોડ, મણીનગર, અમદાવાદ ),સુહાન અબ્દુલ કાદર ખોખર (રહે.શેખુભાઇની ચાલી, નુર-એ- મસ્જીદ પાછળ, મણીનગર, અમદાવાદ ),ઇરફાન શફીભાઇ મલેક (રહે.પાણીની ટાંકી, એકતાનગરના છાપરા, દાણીલીંમડા, અમદાવાદ) ને પકડી પાડયા હતા.પાંચેય ઇસમના કબ્જામાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂ.૧,૭૩,૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
તસ્કરી ટોળકીએ વડાપ્રધાનના કાર્યક્રમમાં કસબ અજમાવી મોબાઈલ ચોર્યા
તસ્કરી ટોળકીએ તમામ મોબાઇલ પૈકી પાંચ મોબાઇલ ફોન તેઓના તથા પાસવર્ડ પ્રોટેકટેડ રહેલ મોબાઇલ ફોન-૦૨ તથા પાકિટ-૦૫ અને રોકડ રૂપિયા ભાવનગર, જવાહર મેદાનમાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં આવેલા લોકોના ચોરી કરી લીધેલ હોવાની કબૂલાત કરી હતી.