– રાજસ્થાનમાં આવેલા જગપ્રસિદ્ધ ખાટુશ્યામ મંદિરે દર્શનાર્થે જવા
– 3 વર્ષ પહેલા રીંગસ (જં) થઈને ટ્રેન ચાલતી હતી, રૂટ બદલાતા ભક્તોને મુશ્કેલી
ભાવનગર : રાજસ્થાનમાં આવેલા જગપ્રસિદ્ધ ખાટુશ્યામ મંદિરે દર્શનાર્થે જવા માટે ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને રીંગસ (જં) સ્ટેશન પર સ્ટોપ આપવા માંગણી કરાઈ છે.
ભાવનગરને દિલ્હીને જોડતી ટ્રેન નં.૦૯૨૫૭ (ભાવનગર-દિલ્હી કેન્ટ)નો વર્તમાન રૂટ ભાવનગરથી કિશનગઢ અને જયપુર થઈ દિલ્હી તરફ જવાનો છે. ત્રણેક વર્ષ પહેલા આ ટ્રેન વાયા રીંગસ (જં) સ્ટેશન થઈને ચાલતી હતી. જેથી ભાવનગર શહેરના શ્રધ્ધાળુઓને ખાટુશ્યામ ભગવાનના દર્શન કરવા જવામાં સરળતા રહેતી હતી. પરંતુ હાલ અન્ય રૂટ પરથી ટ્રેન ચાલતી હોવાથી લોકોને અમદાવાદ અને વડોદરાથી ટ્રેન પકડી રીંગસ અને ત્યાંથી ખાટુશ્યામ જવું પડી રહ્યું હોવાથી આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ભાવનગર-દિલ્હી કેન્ટ ટ્રેનને ફક્ત વાયા રીંગસ (જં) ખાતે સ્ટોપેજ આપવાની માંગણી સાથે મનપાના મહિલા કોર્પોરેટર જસુબેન બારૈયાએ ભાવનગરના સાંસદ એવમ્ કેન્દ્રીય મંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.