પ્રતિકાત્મક તસવીર |
Morbi News : મોરબીમાં ત્રણ બાળકોના પાણીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. જેમાં બે સગા ભાઈ-બહેન અને એક બાળકી છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક પોલીસ તંત્ર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો. ત્રણેય બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવ્યા છે.
ત્રણ બાળકના પાણી ખાડામાં ડૂબી જવાથી મોત
મળતી માહિતી મુજબ, મોરબીમાં આજે શુક્રવારે (26 સપ્ટેમ્બર) દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં તાલુકાના પાનેલી ગામ રોડ પર આવેલા આરક્રોસ માઇક્રોન કારખાના નજીક પાણી ભરેલા ઊંડા ખાડામાં પરપ્રાંતીય પરિવારોના ત્રણ બાળકો રમત-રમતા પડી જતાં ડૂબવાથી કરૂણ મોત નીપજ્યું છે.
બાળકો ડૂબ્યા હોવાની જાણ થતાંની સાથે સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. બાળકોને પાણીના ખાડામાંથી કાઢીને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે બાળકોને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: ચાંદખેડાના કેશવ એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા યુવકનું મોત, આત્મહત્યા કે હત્યા? તપાસ તેજ
મૃતક બાળકોના નામ
– ખુશ્બુ કૈલાશભાઈ દાવર (ઉં.વ.4)
– પ્રતિજ્ઞા ભુરાભાઈ જમરા (ઉં.વ.5)
– કુલદીપ કૈલાશભાઈ દાવર (ઉં.વ.6)