Botad News : બોટાદ શહેરમાં સાળંગપુર રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાથી કંટાળીને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી અને તેમના કાર્યકરોએ અંડરબ્રિજમાં જ સ્નાન કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ રેલવે અંડરબ્રિજ બોટાદ શહેરનો એક મુખ્ય માર્ગ છે, જે સાળંગપુર અને અમદાવાદ તરફ જાય છે. આ ઉપરાંત, અહીંથી અનેક સરકારી કચેરીઓ પણ નજીક હોવાથી આ રસ્તો ખૂબ વ્યસ્ત રહે છે.
આ પણ વાંચો: વાઘોડિયા નગરપાલિકાના વોર્ડની રચના : સીમાંકન તથા બેઠક ફાળવણી અંગે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક આદેશ પ્રસિદ્ધ કર્યો
કાર્યકરોએ જણાવ્યું કે આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવાયા નથી. આથી, તંત્રનું ધ્યાન દોરવા અને તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સાથે આ અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ તંત્રની બેદરકારી અને નાગરિકોની હાલાકી પ્રત્યેની ઉદાસીનતાને ઉજાગર કરી છે.