મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની એગ્રેસીવ ટેરીફ નિતીના પગલે વૈશ્વિક અર્થતંત્રનો ફટકો પડવાી ભીતી બતાવાતી હતી. ભારતથી જ્વેલરીની નિકાસ પણ ઘટવાની શક્યતા જાણકારો બતાવતા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૧૨૩થી ૩૧૨૪ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૩૦૫૪ થઈ ૩૦૬૩થી ૩૦૬૪ ડોલર રહ્યા હતા. ફીચે ચીનનું રેટીંગ ઘટાડયાના વાવડ હતા. વિશ્વબજાર તૂટતાં તથા ઘરઆંગણે સરકારે આયાતકારો માટે ડોલરના દર ઘટાડતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં દેશના ઝવેરીબજારોમાં આજે ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો.