મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉછળતાં રૂપિયામાં તીવ્ર કડાકો બોલાઈ ગયો હતો. શેરબજાર ગબડતાં કરન્સી બજારમાં રૂપિયામાં આજે ઝડપી પાછેહટ દેખાઈ હતી. ડોલરના ભાવ રૂ.૮૫.૨૪ વાળા શનિવારે બંધ બજારે વધી રૂ.૮૫.૫૩થી ૮૫.૫૪ થયા હતા તે આજે સવારે રૂ.૮૫.૭૪ થઈ નીચામાં ભાવ રૂ.૮૫.૫૬ તથા ઉંચામાં ભાવ રૂ.૮૫.૮૪ રહ્યા હતા.
ડોલરના ભાવ આજે ૬૦ પૈસા ઉછળતાં રૂપિયો ઝડપી ૦.૭૦ ટકા તૂટી ગયો હતો. જોકે વિશ્વ બજારમાં ખેલાડીઓ ડોલર વેંચી જાપાનની તથા સ્વીક કરન્સી ખરીદી રહ્યાના સમાચાર મળ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયન ડોલર ગબડી પાંચ વર્ષના તળિયે ઉતર્યો હતોે.
જાપાનની કરન્સી સામે ડોલરના ભા વ આજે ૧.૩૦ ટકા ઘટી ૬ મહિનાના તળિયે ઉતર્યા હતા. સ્વીસ કરન્સી ગયા સપ્તાહમાં ૨.૩૦ ટકા વધ્યા પછી આજે વધુ એક ટકો ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૩.૧૯ તથા નીચામાં ૧૦૨.૧૮ થઈ ૧૦૨.૮૯ રહ્યાના સમાચાર હતા.
મુંબઈ બજારમ ાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૫૩ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૧૦.૧૫ થઈ છેલ્લે રૂ.૧૧૦.૧૯ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે ૪૬ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૯૪.૭૬ થઈ છેલ્લ ે ભાવ રૂ.૯૪.૧૦ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૧૫ ટકા ઉંચકાઈ હતી. જ્યારે ચીનની કરન્સીમાં રૂપિયા સામે ૦.૨૪ ટકાની પીછેહટ દેખાઈ હતી.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયામાં નોંધાયેલો ભાવ કડાકો પાછલા ૨૬ મહિનાનો સૌથી મંટો એક દિવસીય ભાવ કડાકો હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આવો ભાવ કડાકો આ પૂર્વે છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૩ના જોવા મલ્યો હતોે. દરમિયાન, રિઝર્વ બેન્ક દ્વારા આ સપ્તાહમાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવશે એવા નિર્દેશોની પણ કસરન્સી બજારમાં રૂપિયા પર અસર દેખાઈ હતી.
વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં તેજીવાળાઓની પોઝીશન ઘટી ૩ મહિનાના તળિયે ઉતરી છે જ્યારે મંંદીવાળાઓએ પોઝીશન વધારી૪ છે. ભારતમાંથીૂ ડોલરનો આઉટ ફલો વધ્યો છે જ્યારકે ઈન્ફલો ઘટયાની ચર્ચા હતી. આના પગલે ઘરઆંગણે ડોલરના ભાવ ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આગળ વધ્યાના સમાચાર છતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા પર તેની પોઝીટીવ અસર દેખાઈ ન હતી.
ફોરેક્સ ભાવ
ડોલર |
રૃા. ૮૫.૯૦ |
પાઉન્ડ |
રૃા. ૧૧૦.૧૯ |
યુરો |
રૃા. ૯૪.૧૦ |
યેન |
રૃા. ૦.૫૯ |