AI for Trading: ઘણી વાર આપણે સાંભળ્યું હશે કે સાત દિવસમાં પૈસા ડબલ કરી આપવામાં આવશે, પરંતુ એ લૂંટવાની સ્કીમ હોય છે. જોકે AI એ હવે એને સાચું સાબિત કરી દેખાડ્યું છે. એક વ્યક્તિએ ચેટજીપીટી અને ગ્રોકની મદદથી દસ દિવસમાં તેના પૈસા ડબલ કર્યાં છે. આ માટે તેણે AI ને સંપૂર્ણ છૂટ આપી હતી. બસ એટલું કહ્યું હતું કે તેના પૈસા ખૂબ જ વધવા જોઈએ. નવાઈની વાત એ છે કે બેમાંથી એક પણ AI એ તેને નારાજ નથી કર્યો.
કેવી રીતે વાત આવી બહાર?
આ ટ્રેડર છે તેણે એક AI ને લઈને એક એક્સપેરીમેન્ટ કર્યો હતો. આ એક્સપેરીમેન્ટની મદદથી તેણે AI ને તેના માટે ટ્રેડ કરવા માટે કહ્યું હતું. આ ટ્રેડમાં તેણે કમાણી કરતાં પોતાનો અનુભવ તેણે રેડિટ પર શેર કર્યો હતો. આ યુઝરે પોસ્ટ કરી હતી અને એનું હેડિંગ આપ્યું હતું કે ‘ચેટજીપીટી મારા માટે પૈસા કમાઈ રહ્યું છે એ હું ઠંડું બીયર પીતા જોઈ રહ્યો છું.’ આ યુઝરે રોબિનહૂડ કરીને એક ટ્રેડિંગ પ્લેટફોર્મ છે એમાં 400 અમેરિકન ડોલર ઇન્વેસ્ટ કર્યા હતા. ત્યાર બાદ તેણે એક એક્સપેરીમેન્ટ કરવાનું નક્કી કર્યું કે તેના ઇન્સ્ટિનક્ટને ચેટજીપીટી માત આપી શકે કે નહીં. આથી તેણે ચેટજીપીટીની સલાહ લીધી અને એ જે કહે એ જ કર્યું હતું. આ વિશે ટ્રેડર કહે છે, ‘પહેલો દિવસ અને જોરદાર કમાણી. ક્રિસ જેનર નવો રિયાલિટી શોની ડીલ સાઇન કરે એના કરતાં પણ સ્પીડમાં મેં મારા પૈસા ડબલ કર્યાં છે.’
AI માં વધ્યો વિશ્વાસ
પહેલાં દિવસે આ યુઝરે જે ટ્રેડ કર્યા હતા એના ડબલ પૈસા કર્યા હતા. જોકે આમ છતાં તે નસીબને જોર આપી રહ્યો હતો. ચાર દિવસ બાદ જ્યારે તેના ટ્રેડ સાચે જ સારા બની રહ્યા હતાં ત્યાર બાદ તેને AI પર વિશ્વાસ બેસવાનો શરૂ થયો હતો. ત્યાર બાદ તેણે તેના પૈસાને અડધા-અડધા કર્યાં. ચેટજીપીટી અને ગ્રોક વચ્ચે આ પૈસાને સરખા વહેંચવામાં આવ્યા ત્યાર બાદ કોણ વધુ સાચા ટ્રેડ કરે એ તેના દ્વારા ચેક કરવામાં આવ્યું હતું. જોકે આ માટે તેણે પહેલાં બન્ને AI ને ફંડામેન્ટલ્સ, ઓપ્શન્સ ચેઇન્સ, ટેકનિકલ ઇન્ડિકેટર્સ અને મેક્રો ડેટાના સ્ક્રીનશોટ અને સ્પ્રેડશીટ રજૂ કરી હતી. ત્યાર બાદ આ ટ્રેડરે AI ને કહ્યું કે ‘મારા બીયર અને બીબીક્યુ બજેટને હવે કાર્ડાશિયન્સ જેટલી કિંમતનું બજેટ બનાવી દો.’
Watching ChatGPT Make Me Money While I Chill and Crack a Cold One!
byu/Plastic-Edge-1654 inChatGPT
દસ દિવસમાં પૈસા ડબલ
આ ટ્રેડરે ડેટા અને કમાન્ડ આપ્યા બાદ તેના પૈસા દસ દિવસમાં બમણા થઈ ગયા હતા. આ વિશે ટ્રેડરે કહ્યું કે ‘મેં 18 ટ્રેડ કર્યાં હતાં એમાંથી 17 બંધ કરી દીધા છે. નવાઈની વાત છે કે ચેટજીપીટી અને ગ્રોક બન્નેનું રિઝલ્ટ 100 ટકા રહ્યું છે. ચેટજીપીટી એ 17 ટ્રેડ કર્યા અને ગ્રોક દ્વારા 5 ટ્રેડ કરવામાં આવ્યા હતા. આ બન્ને AI દ્વારા મને જરા પણ નારાજ કરવામાં નથી આવ્યો. આગામી છ મહિનામાં આ AI કયા લેવલ સુધી જાય એ મારે જોવું રહ્યું.’
યુઝર્સનો પ્રતિભાવ
આ પોસ્ટ વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સ તેમના પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. ઘણાં AI ની તારીફ કરી રહ્યા છે તો ઘણાં ટૂંકા ગાળાના નફાને ધ્યાનમાં લઈને એના પર વિશ્વાસ ન કરવા માટે ચેતવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે ‘મને એવું લાગે છે કે ભગવાન મારી સામે ચીલાંય ચીલાંયને આ વિશે કહી રહ્યા છે. હું સોમવારે જ આ રીતે ટ્રેડિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો જ્યારે હું કામની શોધમાં છું. મને લાગે છે કે મારા પ્લાન માટે મને જે પ્રેરણા જોઈતી હતી એ મને મળી ગઈ છે.’
કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે બુલ માર્કેટમાં બધા જિનિયસ હોય છે. જોકે ખરી પરીક્ષા ત્યારે થાય જ્યારે ટ્રેડ ઓપન હોય અને માર્કેટ નીચે જવાનું શરૂ થાય. અન્યનું માનવું છે કે આ સાંભળવામાં સારું લાગી રહ્યું છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે યુઝર પોતાના પૈસા લાલ કલર પર જ લગાવી રહ્યા છે.