બાબરા તાલુકાના સુકવળા ગામે ડિમોલિશન રોકાવવા અદાલતમાં કંપનીએ કરેલો દાવો કેન્સલ કરતા ડિમોલિશન માટે પોલીસ સાથે ગયેલા કાફલાને કડવો અનુભવ
બાબરા, : બાબરા તાલુકાના સૂકવડા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગૌચર જમીનમાં વીજ પોલ ખડકી દેતાં પંચાયતે હટાવી લેવા નોટિસો આપી હતી. આમ છતાં કંપનીએ અદાલતનો આશરો લઈ પોતાનું સ્ટેન્ડ યથાવત રાખવા પ્રયાસ કર્યો હતો. આ વિવાદ મુદ્દે નીચલી અને સેસન્સ કોર્ટે દબાણને અયોગ્ય ઠરાવતા પંચાયત સતાવાળાઓ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવા જતાં કંપનીએ લાઈનમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેતાં ડિમંલિશન અટકી પડયું હતું.
સુકવળા ગ્રામ પંચાયત તરફે રોકાયેલા વકીલ દ્વારા જણાવ્યા મુજબ સમર્થ વિંડ પાર્ક પ્રા.