Kadana Dam: મહીસાગર જિલ્લાના કડાણામાં આવેલો રાજ્યનો સૌથી મોટો ત્રીજા નંબરનો કડાણા ડેમ કે જેમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઇ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલી 39,600 ક્યૂસેક પાણી મહી નદી છોડવામાં આવ્યું છે. મહી નદી કાંઠા વિસ્તારના ગામોને ઍલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે
મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ડેમના જળ સપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને ડેમના 6 ગેટ 4 ફૂટ સુધી ખોલીને 39,600 ક્યૂસેક ગેટ મારફતે તેમજ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડી કુલ 60,000 ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.
હાલ મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પણ નદી કાંઠે ન જવા માટે સૂચિત કરવામાં આવ્યા છે, જ્યારે ડૂબક પુલ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ 20,400 ક્યૂસેક પાણી પાવર હાઉસ મારફતે છોડવામાં આવી રહ્યું છે. જેથી વીજળીનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે.