– પર્યુષણ પર્વમાં મુસાફરોની ભીડને ધ્યાને લઈ રેલવે તંત્રનો નિર્ણય
– બન્ને દિશામાં 16 સ્ટેશન પર ટ્રેન ઉભી રહેશે, આજથી ટિકિટ બુકિંગ શરૂ થશે
ભાવનગર : પર્યુષણ પર્વ દરમિયાન ટ્રેનમાં થતી ભીડને ધ્યાને લઈ યાત્રિકોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવામાં આવશે.
આગામી તા.૨૯-૮ને શુક્રવારે રાત્રે ૮-૨૦ કલાકે ભાવનગર ટર્મિનસથી બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન રવાના થશે. જે બીજા દિવસે સવારે ૧૦-૨૦ કલાકે બાંદ્રા પહોંચશે. તે જ ટ્રેન બાંદ્રાથી તા.૩૦-૮ના રોજ બપોરે ૧-૫૦ કલાકે નીકળી બીજા દિવસે સવારે ૪-૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને દિશામાં ભાવનગર પરા, સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર અને દ્વિતિય શ્રેણીના સામાન્ય કોચ જોડાયેલા રહેશે. આવતીકાલ તા.૨૪-૮ને રવિવારથી ટિકિટનું બુકિંગ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરટીસીની વેબસાઈટ પર શરૂ થશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.