– દાઠા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– દાઠા પંથકની મહિલાને લગ્નની લાલચ આપી ચાર સ્થળે લઇ જઇ દુષ્કર્મ કર્યું
ભાવનગર : દાઠા પંથકની પરણીત મહિલાને લગ્નની લાલચ આપી બોટાદના શખ્સે દુષ્કર્મ આચર્યાં અંગેની ફરિયાદ દાઠા પોલીસ મથકમાં નોંધાઈ છે.
દાઠા પંથકની એક ૩૪ વર્ષિય મહિલાને તેની સાથે મજુરી કામ કરતા હાર્દિક ભરતભાઈ બાવળીયા (રહે.બોટાદ) નામના શખ્સે ગત તા.૨૪-૫ના રોજ લગ્નની લાલચ આપી ઉંચા કોટડા ખાતે આવેલી ધર્મશાળામાં મહિલાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત શખ્સે મહિલાને અમદાવાદ, બાવળા અને ચોટીલા ખાતે લઈ જઈને ત્યાં પણ મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે દાઠા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.