Surat News: દુબઈ ખાતેની એશિયા કપ 2025ની ફાઈનલ મેચમાં ભારતના વિજયી ચોગ્ગા સાથે જ સુરતના ગરબા મેદાનોમાં દેશપ્રેમનો જુસ્સો જોવા મળ્યો હતો. સોસાયટીઓમાં ર પરંપરાગત ગરબા ચાલી રહ્યાં હતા અને ભારતની જીત સાથે જ ખેલૈયાઓ હાથમાં તિરંગા સાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ગરબાના બદલે ‘સુનો ગોર સે દુનિયા વાલો અને ચેમ્પિયન.. ચેમ્પિયન’ના ગીતો વાગવાનું શરૂ થયું હતું.
ગરબાનાં મેદાનમાં ભારતની જીતનો જશ્ન દેખાયો
સુરતની નવરાત્રિ આમ ગરબા અને દોઢીયાના અવનવા સ્ટેપ્સ માટે જાણીતું છે અને આજે સુરતના ગરબા મેદાન એશિયા કપમાં ભારતની જીતની ઉજવણી માટે જાણીતું બન્યું છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે વરસાદના વિધ્ન વચ્ચે ગરબાની શરૂઆત થઈ હતી. તેની સાથે જ દુબઈમાં એશિયા કપની ફાઈનલ મેચ પણ ચાલતી હતી. સુરતના રહેણાંક સોસાયટીમાં ગરબાની ધૂન પર ખેલૈયાઓ ધુમી રહ્યા હતા,પરંતુ રીંકુ સિંહે વિજયી ચોગ્ગો લગાવ્યો અને ભાજપનો વિજય થતાની સાથે જ અચાનક જ ખેલૈયાઓ ભારત માતા કી જયના નારા લગાવવા સાથે હાથમાં ભારતીય તિરંગો લહેરાવી ગરબે ઘૂમી રહ્યા હતા.
આ પણ વાંચો: શહેરના કોટ વિસ્તાર અને સુરતના જુના વિસ્તારમાં હજી પણ શેરી-સોસાયટી ગરબાનું કલ્ચર અકબંધ
ગરબાનાં મેદાન પર પરંપરાગત ગરબા વાગતા હતા અને અચાનક જ ભારતની જીતનો જશ્ન દેખાતાની સાથે જ સુનો ગોર સે દુનિયા વાલો, ચેમ્પિયન.. ચેમ્પિયન., ગરદીશ મેં તારે લહેરા દો જેવા ગીતો શરૂ થયા અને ખેલૈયાઓ ગરબા ના બદલે ભારતના વિજયના રંગમાં રંગાઈ ગયા હતા. આમ નવરાત્રીનો છઠ્ઠો દિવસ ક્રિકેટની જીત અને નવરાત્રિના તહેવારનું આ મિલન સૌ માટે અદભૂત અનુભવ બની ગયો હતો.