વડોદરાઃ વડોદરા નજીક આવેલી અંકોડિયા કેનાલમાં વધુ એક વિદ્યાર્થી ડૂબવાનો બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,કરચીયા ફાટક પાસે રહેતો અગ્રસેક યાદવ નામનો ધોરણ-૧૧ નો વિદ્યાર્થી ગઇકાલે સાંજે મિત્રો સાથે અંકોડિયા કેનાલે ગયો હતો અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો નહતો.
બનાવના સ્થળેથી તેના ચંપલ મળી આવ્યા હતા.જેથી તે કેનાલમાં ડૂબ્યો હોવાની શક્યતાને સમર્થન મળ્યું છે.બનાવની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસે ફાયર બ્રિગેડની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
ફાયર બ્રિગેડ દ્વારા ગઇકાલે અને આજે શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ લાપત્તા વિદ્યાર્થીનો પત્તો લાગ્યો નથી.તેના ભાઇ અભિષેકે સમગ્ર બનાવ પ્રત્યે શંકા વ્યક્ત કરી કહ્યું હતું કે,મારા ભાઇની પરીક્ષા ચાલુ હતી. ગુરૃવારે છેલ્લું પેપર હતું.જેથી તેને લઇ જવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી તપાસની માંગણી કરી છે.