Valsad News : ગુજરાતમાં વલસાડમાં એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું પણ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બે સગી બહેનોના એક પછી એક મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
એક બહેનના મોતના આઘાતમાં બીજી બહેનનું મોત
વલસાડના પારડીના બરૂડિયામાં રહેતી રામીબહેન માંગ અને ગજરીબહેન માંગ બંને વયવૃદ્ધ બહેનો વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. જ્યાં રામીબહેનને ચક્કર આવતા તે ઢળી પડી હતી. જોકે તબીબે તેમને તપાસીને મૃત જાહેર કરી હતી.
એટલામાં ગજરીબહેનને બહેનના મોતનો આઘાત લાગતા તેમને ઢળી પડ્યા હતા. જેમાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બે બહેનોના એક સાથે મોત નીપજતા પંથકમાં ગમગીનીનું મોજુ ફરી વળ્યું છે.
આ પણ વાંચો: વલસાડમાં યુવતીના મોત કેસમાં ઘટસ્ફોટ, દીકરીને ખેંચ આવતા માતાજી આવ્યાનું માની તેના શરીર પર કર્યા હતા દીવા
બંને લાગણીશીલ બહેનોની મોતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, બંને બહેનોને બ્લડપ્રેશરની બીમારી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેમની સારવાર વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલતી હતી. ઘટના મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.